Vadodara

પોલીસના ચેકિંગના બહાને વૃદ્ધની ચેન આંચકી ફરાર આરોપી ઝડપાયો

વડોદરા : પોલીસનું ચેકિંગ ચાલે છે તેમ કહી વૃદ્ધના હાથમાંથી સોનાની ચેન આંચકી ફરાર થઈ જનાર ગેંગનો સાગરીત ઝડપાયો

વડોદરા તા.21
વીઆઈપી રોડ પરથી સિનીયર સીટીઝનને આગળ પોલીસનુ ચેકિંગ ચાલુ હોય ગળામાંની સોનાની ચેઇન કાઢીને ખિસ્સામાં મુકવાનુ કહયા બાદ તેમના હાથમાંથી સોનાની ચેન ઝુંટવી ફરાર થઈ જનાર ઇરાની ગેંગના રીઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો.
વડોદરા શહેરના વીઆઇપી રોડ પર આવેલી દર્શનપાર્ક સોસાયટીના નાકા 75 વર્ષીય વૃદ્ધ એકટીવા પર પસાર થઇ રહ્યા હતા. ત્યારે બાઇક ઉપર બે અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા હતા અને તેમને એક્ટીવા રોડની સાઇડમા ઉભી રખાવી હતી આગળ પોલીસનુ ચેકિંગ ચાલુ છે તમે ગળામાં પહેરેલ સોનાની ચેન કાઢીને ખિસ્સામા મુકી દો. જેથી વૃદ્ધ ડરી ગયા હતા સોનાની ચેન કાઢવા લાગ્યા હતા. ત્યારે બાઇક પર પાછળ બેસેલા ગઠીયાએ વૃધ્ધના હાથમાથી સોનાની બે તોલા રૂ.40 હજારની ચેઇન ઝુંટવી લઈ ફરાર થઈ ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ ચેઇન સ્નેચીંગના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની સીસીટીવી ફુટેજ, ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારે તપાસ કરી રહી હતી. તે દરમિયાન આજવા બ્રિજ પાસેથી નુરઅબ્બાસ શાહજોર સૈયદ (રહે.મંગલનગર ઝુપડપટ્ટી આંબીવલી, તા.કલ્યાણ જી.ઠાણે, મહારાષ્ટ્ર)ને બાઈક સાથે ઝડપી પાડયો હતો. તેની ઝડતી કરતા પાસેથી એક સોનાની ચેઇન અને બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. તેની સઘન પુછપરછ કરતા તેના સાગરીત સાથે મળી વડોદરામાં 15 જુનના રોજ સવારના સમયે એકટીવા પર રહેલી સોનાની ચેઇન ઝુંટવી લીધી હોવાની કબુલાત કરી હતી.જ્યાંરે જાફર આસફ ઇરાની (રહે. ઇંદીરાનગર, ઇરાની મસ્જીદ પાસે, આંબીવલી તા. કલ્યાણ જી. ઠાણે, મહારાષ્ટ્ર) ને વોન્ટેડ જાહેર કર્યો હતો. તેની પાસે થી એક સોનાની ચેઇન રૂપીયા 40 હજાર મોબાઇલ ફોન નંગ- 2 રૂ.10 હજાર મળી રૂ.1 લાખનો મુદ્દામાલ કબ્જે કરી હરણી પોલીસે સોંપ્યો હતો. આરોપી નુરઅબ્બાસ શાહજોર સૈયદ અગાઉ મહારાષ્ટ્રના ઠાણે તેમજ મુંબઇ ખાતે તેમજ ગુજરાત રાજ્યના અમદાવાદ ખાતે 6 જેટલા ચેઇન સ્નેચીંગ, લુંટના ગુનાઓમાં પકડાયો છે.

Most Popular

To Top