યુવકના માતા પિતા છૂટાછેડા બાદ અલગ રહેતા હોય યુવક છેલ્લા કેટલાક સમયથી માતા સાથે રહેતો હોય પિતાને મળવા માટે ગયો હતો
(પ્રતિનિધિ) વડોદરા તા. 11
શહેરના સન ફાર્મા રોડ ખાતે રહેતા યુવકના માતાપિતા ના વર્ષ 2015મા છૂટાછેડા થ ઇ ગયા હતા જેથી યુવક પોતાના પિતા સાથે રહેતો હતો જ્યારે માતા પોતાની બહેન સાથે રહેતા હતા ત્યારબાદ દાદીના મૃત્યુ પછી યુવક પોતાની માતા સાથે રહેતો હતો જે પોતાના પિતાને મળવા માટે ગત તા.10માર્ચના રોજ સાંજે સાત વાગ્યાની આસપાસ ચાણક્યપુરી વુડાના મકાન કલાલી ફાટક ખાતે ગયો હતો જ્યાં તેને રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ વુડાના મકાનમાં રહેતા બે ઇસમોએ ઉશ્કેરાઇ અપશબ્દો બોલી માર માર્યો હતો તે દરમિયાન યુવકનો મિત્ર બચાવમાં આવી જતાં તેને પણ માર મારતાં બંનેને સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા.સમગ્ર મામલે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના સનફાર્મા રોડ સ્થિત સાંઇ દર્શન વુડાના મકાનમાં અનર્વ ઉર્ફે વીનીત લલીતભાઇ સોની પોતાના માતા સાથે રહે છે. વર્ષ 2015 માં તેના માતાપિતાના છૂટાછેડા થ ઇ ગયા હતા તે સમયે અનર્વની માતા તેની માસી અને દાદી સાથે રહેવા ગયા હતા જ્યારે અનર્વ ઉર્ફે વીનીત પોતાના પિતા સાથે ચાણક્યનગરી વુડાના મકાનમાં કલાલી ખાતે બે વર્ષ સુધી રહ્યો હતો આ દરમિયાન દાદીનું અવસાન થતાં અનર્વ ઉર્ફે વીનીત પોતાના માતા સાથે રહેવા જતો રહ્યો હતો પરંતુ ક્યારેક ક્યારેક તે પોતાના પિતાને પણ મળવા જતો હતો.ગત તા. 10 માર્ચે તે પોતાના પિતાને મળવા માટે સાંજે સવા સાત વાગ્યાની આસપાસ ગયો હતો જ્યાં રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ તે ગેટ નં 1પાસે આવેલા ભાથીજી મંદિર નજીકના ખુલ્લા મેદાનમાં પેશાબ કરવા માટે ગયો હતો તે દરમિયાન ચાણક્યનગરી વુડાના મકાનમાં રહેતા સુભાષ ઉર્ફે સિદ્ધ પૂનમભાઇ માળી તથા ઠાકોર મંગળભાઇ માળીએ ઉશ્કેરાઇ જઇ “તું બહુ મોટો થ ઇ ગયો છે?” તેમ કહી અપશબ્દો બોલી નીચે પાડી દઇ ગડદાપાટુનો માર માર્યો હતો સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ દરમિયાન સુભાષે પત્થર થી અનર્વ ને માથાના પાછળના ભાગે તથા જમણા કાન પાસે ઇજા પહોંચાડતા અનર્વને લોહી નિકળવા લાગેલ આ દરમિયાન અનર્વનો મિત્ર રાકેશ વસાવા છોડાવવા વચ્ચે પડતાં તેને પણ જમણા હાથના કાંડા પર પત્થર મારી પછી ગડદાપાટુનો માર માર્યો હતો અને ભાગી ગયા હતા જ્યારે રાકેશ પણ જતો રહ્યો હતો આ બનાવને પગલે કેટલાક લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ ને ફોન કરી બોલાવી ઇજાગ્રસ્ત અનર્વ તથા રાકેશને એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની સર્જિકલ વોર્ડ સી -3મા સારવાર ચાલી રહી છે ત્યારે માથાભારે સુભાષ અને ઠાકોર બંને વિરુદ્ધ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
