Bodeli

પાવીજેતપુર ભારજ નદી પર નવો પુલ બનાવવા માટે ખાતમુહૂર્ત કરાયું

પાવીજેતપુર ભારજ નદી પર રૂ. 35 કરોડના ખર્ચે નવો પુલ બનશે, સાંસદ જશુ રાઠવાએ કર્યું ખાતમુહૂર્ત

બોડેલી: પાવીજેતપુરના સિહોદ પાસે રૂ. 35 કરોડના ખર્ચે પુલનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર સાંસદ દ્વારા કરવામાં આવ્યું હતું. ભારજ નદી પર 18 મહિનામાં નવો પુલ બનશે , તેમ છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવાએ કહ્યું હતું .

છોટા ઉદેપુર જિલ્લાના નેશનલ હાઇવે 56 પર નવા પુલનું નિર્માણ શરૂ થશે. આ પુલ ભારજ નદી પર બનશે. અગાઉનો પુલ 28 જુલાઈ 2023ના રોજ બેસી ગયો હતો. ત્યાર બાદ ઓલ વેધર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. તે પણ વરસાદી પાણી આવતા ધોવાઈ ગયું હતું. ત્યારબાદ રૂ.4 કરોડના ખર્ચે ફરી ઓલવેધર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. ડાયવર્ઝન તૂટવાને કારણે છોટાઉદેપુર જિલ્લો બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેન્દ્ર સરકારે નવા પુલના નિર્માણ માટે 35 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.

આજે સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી અને પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી નારણ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. પુલનું નિર્માણકાર્ય આગામી 18 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

Most Popular

To Top