માતાના અવસાન સમયે બહેન ન આવતા તે બાબતને લઈને ફોન પર મામલો ગરમાયો હોવાનું જાણવા મળ્યું છે
મંજુસર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 04
વડોદરા જિલ્લાના સોખડા ગામના આસોજ રોડ ખાતે રહેતી પરિણીતાએ પારિવારિક ઝઘડામાં લાગી આવતાં આવેશમાં આવી જઈ ખેતરમાં છાંટવાની દવા ગટગટાવી લેતાં બેભાન થઈ ગયા હતા જેઓને સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર હેઠળ તેઓની તબિયતમાં સુધારો થતાં તેઓના પરિવારે રજા લઈ સોખડા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના સોખડા ગામે આસોજ રોડ પર આવેલા સ્મશાન પાસેના પૂર્વેશભાઇના ખેતરમાં પરિવાર સાથે રેખાબેન મહેશભાઇ નાયક નામની પરિણીતા રહે છે અને ખેતીકામ કરે છે.પરિવારમા એક છોકરો અને છોકરી છે.તેઓએ ગત તા. 03 ફેબ્રુઆરી ના રોજ સાંજે સવા છ વાગ્યાની આસપાસ ખેતરમાં છાંટવાની દવા ગટગટાવી જતાં બેભાન થઈ ગયા હતા જેથી તેમને ઇમરજન્સી 1080એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર હેઠળ તેઓની તબિયતમાં સુધારો થતાં તેઓના પરિવારે રજા લઈ સોખડા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.રેખાબેનના પતિ મહેશભાઇ ના જણાવ્યા અનુસાર રેખાબેનની માતાનું થોડા દિવસ પહેલાં મોત નિપજ્યું હતું તે સમયે તેમની કચ્છ ખાતે રહેતી બહેન અને બનેવીને જાણ કરવા છતાં આવ્યા ન હતા આ બાબતને લઈને ગત તા. 03જી ફેબ્રુઆરીના રોજ મોબાઇલ ફોન પર બંને બહેનો વચ્ચે બોલવાનું થયું હતું જેમાં રેખાબેનને કોઈ વાતે લાગી આવતાં આવેશમાં આવી જઈ તેમણે ખેતરમાં છાંટવાની દવા ગટગટાવી જતાં બેભાન થઈ ગયા હતા.રેખાબેનની તબિયતમાં હાલ સુધારો હોવાથી સોખડા હોસ્પિટલમાં થી પણ રજા લીધી હોવાનું જણાવ્યું હતું.
