310 કિ.ગ્રા. બટાકા, 30 કિ.ગ્રા. ચણા અને 233 કિ.ગ્રા.ચટણી.બગડેલા નિકળ્યા
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાણી-પુરી યુનિટોમાં ઇન્સ્પેકશન:
ચોમાસાની ઋતુમાં આરોગ્યની સુરક્ષા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં 37 પાણી-પુરી યુનિટોમાં સઘન ચેકિંગ કરી અખાદ્ય સામગ્રીના નમૂના પણ લેવાયા
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાણી-પુરી યુનિટોમાં અખાદ્ય પદાર્થોનો નાશ
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી-પુરી બનાવતા યુનિટોમાં અચાનક ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું હતું. ચોમાસાની ઋતુમાં આરોગ્યની સુરક્ષા માટે ફૂડ સેફટી ઓફિસરોની બે ટીમે નરસિંહ ટેકરી, તિવારીની ચાલ, ઉકાજીનુ વાડીયુ સહિત કુલ ૩૭ યુનિટમાં ચેકિંગ કર્યું.
ચેકિંગ દરમિયાન 310 કિ.ગ્રા. બટાકા, 30 કિ.ગ્રા. ચણા અને 233 કિ.ગ્રા. ચટણી મળી કુલ 573 કિ.ગ્રા. અખાદ્ય પદાર્થો સ્થળ પર જ નાશ કરાયો હતો.

મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાના આરોગ્ય માટે આવી તપાસો ચાલુ રાખવાની અને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 તથા રુલ્સ-2011 મુજબ લાયસન્સ/રજીસ્ટ્રેશન વગર કે સ્વચ્છતા ન જાળવનારા ફૂડ બિઝનેસ ઓપરેટર્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

આ કામગીરીથી શહેરમાં પાણી-પુરીના ધંધાર્થીઓમાં ચકચાર મચી ગઈ છે અને મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને આરોગ્ય માટે સઘન ચેકિંગ ચાલુ રહેશે.
