Vadodara

પાણીગેટ અને વાડીના સંવેદનશીલ વિસ્તારમાં ડીસીપી ઝોન 4ની અધ્યક્ષતામાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજના અણસાર વર્તાઈ રહ્યા છે. ત્યારે વડોદરા પોલીસ પર એક્શનમાં આવી ગઈ છે અને શહેરની સુરક્ષામાં વધારો કરવા માટે ખાનગી સિક્યુરિટી ગાર્ડને પણ કામગીરીમાં રોકવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસ સહિત વિવિધ એજન્સીઓને પણ શહેર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ વાહન અને ચેકિંગ કરવા માટેની સૂચના પણ પોલીસ કમિશનર દ્વારા અપાઈ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમ જ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુ સાથે પોલીસ તંત્ર સુસજ્જ બન્યું છે. ઝોન 3 વિસ્તારમાં આવતા પાણી ગેટ અને વાડીના સંવેદનશીલ વિસ્તારમાં ડીસીપી અભિષેક ગુપ્તા, એસીપી તેમજ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ડીસીપી જોન ફોર અભિષેક ગુપ્તાહ જણાવ્યું હતું કે શહેરની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અને વાહન ચેકિંગ પણ કરાઈ રહ્યું છે.

Most Popular

To Top