શહેરના ગોલ્ડન ચોકડી પાસે શ્રદ્ધા હોટલમાં પરિણીત મહિલા પર ચપ્પુ બતાવી બે વાર દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપો થયા હતા
અરજદાર આરોપીને રૂ 25,000 તથા તેટલી જ રકમના વ્યક્તિગત બોન્ડ રજૂ કરવા સાથે કોર્ટની શરતો નું પાલન કરવાનું રહેશે સોમવારે તેને જામીન પર મુક્ત કરાશે
(પ્રતિનિધિ) વડોદરા તા.14
શહેરના વાડી વિસ્તારમાં રહેતી પરિણીતા સોશિયલ મીડિયા થકી શહેરના ન્યૂ વીઆઇપી રોડ ખાતે રહેતા સાગર અરૂણભાઇ મકવાણા નામના યુવક સાથે પરિચયમાં આવી હતી અને રીલ્સ ની આપલે સાથે સાથે મોબાઇલ નંબરની પણ આપ લે બાદ બંને એકબીજા સાથે વધુ પરિચયમાં આવ્યા હતા અને ગત તા.04-06-2025 ના રોજ પરિણીતા યુવક સાથે ગોલ્ડન ચોકડી પાસે હોટલમાં ગઈ હતી ત્યારબાદ મહિલાએ યુવક પર હોટલમાં પોતાની સાથે ચાકુની અણીએ બે વાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને બાદમાં જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો હતો આ કેસમાં અરજદારના એડવોકેટ યોગેશ રાણા દ્વારા વડોદરા સેસન્સ કોર્ટમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા,2023 ની કલમ હેઠળ જામીન અરજી મૂકવામાં આવી હતી જે ગ્રાહ્ય રાખતાં છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ એડિશનલ સેશન્સ જજ પ્રિયંકા અગ્રવાલની કોર્ટે અરજદારને રૂ.25,000 તથા તેટલી જ રકમના વ્યક્તિગત બોન્ડ પર જામીન મંજુર કર્યા છે.
શહેરના વાડી વિસ્તારમાં રહેતી આશરે 27 વર્ષીય પરિણીત મહિલાને આજવારોડ ખાતે એમ ડી ફિટનેસ જીમના સંચાલક કે જે સાનિધ્ય ટાઉનશિપમાં રહેતા સાગર અરૂણભાઇ મકવાણા નામના 30 વર્ષીય પરણિત જીમ સંચાલક સાથે સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ)ના માધ્યમથી એક અઠવાડિયા પહેલાં પરિચય થયો હતો જેમાં પરણિત મહિલાનો વિશ્વાસ કેળવી સાગર મકવાણાએ તેનો મોબાઈલ નંબર મેળવી મહિલા ને હરણી તળાવ પાસે મળવા બોલાવ્યા બાદ તેને મોપેડ પર બેસાડી ગોલ્ડન ચોકડી પાસે આવેલી શ્રદ્ધા હોટલના રૂમ નં.202 માં લઇ જઇ ચાકુ બતાવી બે વાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ તા.04-06-2025 ના રોજ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જેમાં પોલીસે સાગર મકવાણાની ધરપકડ કરી હતી હરણી પોલીસે આરોપી સાગર મકવાણાને શુક્રવારે બપોરે દિવાળીપુરા ન્યાયાલય ખાતે રિમાન્ડ ની માંગણી સાથે રજૂ કરતાં 16 મા જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. અરજદાર આરોપીના એડવોકેટ યોગેશ રાણા દ્વારા અરજદારના બી એન એસ એસ ની કલમ 483 મુજબ હરણી પોલીસ સ્ટેશનના ગુના રજી.નં.11196036250207/25 ના કામે ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ સને 2023 ની કલમ 64(2) (એમ) તથા જી.પી.એક્ટ 135 મુજબના ગુનાના કામે જામીન મુક્ત કરવા અરજી કરી હતી જેના અનુસંધાને એડવોકેટ ની અરજીને ધ્યાનમાં રાખીને છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ એડિશનલ સેશન્સ જજ પ્રિયંકા અગ્રવાલની કોર્ટે અરજદારને રૂ.25,000 તથા તેટલી જ રકમના વ્યક્તિગત બોન્ડ રજૂ કરવા સાથે કોર્ટની શરતો નું પાલન કરવા સાથે તા.13 જૂનના રોજ આદેશ કર્યો હતો. આ કેસમાં અરજદાર આરોપીને સોમવારે જામીન મૂક્ત કરાશે.
અરજદાર તરફે એડવોકેટ યોગેશ રાણા ની રજૂઆત
-બનાલ તા.04-06-2025 ના રોજ 16:45 કલાકે બન્યો જ્યારે ફરિયાદ તા.05-06-2025 ને બે વાગ્યે કરવામાં આવી.
-9 કલાક બાદ ફરિયાદ અપાઇ જે શંકાસ્પદ છે
-ભોગ બનનારની બનાવ સમયે ઉંમર 27 વર્ષની છે
-ફરિયાદીએ સોશિયલ મીડિયા પર પરિચય બાદ અરજદાર પાસેથી મોબાઇલ નંબર લીધો હતો
-હોટલમા જવાનું ફરિયાદીએ નક્કી કરી હોટલમાં ગયા બાદ ઓળખપત્ર પોતે આપ્યું હતું સાથે રજીસ્ટર માં પોતે જ સહીં કરી હતી.
-અરજદારે કોઇ ચાકુ બતાવ્યું ન હતું જો એવું જ હોત તો હોટલ સ્ટાફ કે જ્યાં ઉતર્યા ત્યાં કોઇને જાણ શા માટે ન કરી?
-અરજદાર કોઈ ગુનાઇત ઇતિહાસ ધરાવતા નથી
-અરજદાર જામીન મુક્ત થયા બાદ પણ કોઈ દબાણ ધાક ધમકી નહીં આપે
-કુટુબના ભરણપોષણની જવાબદારી અરજદાર પર છે.
