રહિશોને પાણી સંગ્રહ રાખવા પાલિકાએ આપી સૂચના
વડોદરાની નાલંદા ટાંકી ખાતે ટાંકી સફાઈ અને સંપ સફાઈની કામગીરી આગામી 6 ફેબ્રુઆરી 2025, ગુરુવારના રોજ હાથ ધરવામાં આવશે. આ કામગીરી દરમ્યાન ટાંકી સંચાલન અને પાણી પુરવઠા સંબંધિત કામગીરીને કારણે નાલંદા ટાંકીના કમાન્ડ વિસ્તારના તમામ ઝોનમાં પાણી વિતરણ બંધ રહેશે.
આ કામગીરી પૂર્ણ થયા બાદ 7 ફેબ્રુઆરી 2025, શુક્રવારના રોજ પાણી વિતરણ મોડેથી અને ઓછા દબાણ સાથે શરૂ થશે. એટલે કે, શુક્રવારે રહેતો પાણીનો પુરવઠો સામાન્ય કરતા ધીમી ગતિએ અને ઓછી માત્રામાં ઉપલબ્ધ રહેશે.
કોર્પોરેશન દ્વારા નાલંદા ટાંકી વિસ્તારના રહિશોને જણાવવામાં આવ્યું છે કે તેઓ અગમચેતીના ભાગરૂપે જરૂરી પાણીનો સંગ્રહ કરી રાખે.
