નવસારીમાં ટ્રાફિક સમસ્યા

નવસારીની ટ્રાફિક સમસ્યામાં રખડતા ઢોરો ખુબ જ વધારો કરે છે. નવસારીમાં સવારે અને સાંજે ટ્રાફિકની સમસ્યા ખુબ રહે છે. સવારે શાળા શરૂ થાય ત્યારે વિદ્યાર્થીઓની સાયકલો, અન્યની મોટર સાયકલો અને કાર, રીક્ષાનો ઝમેલો રહે છે. ટેકનીકલ શાળાએથી છાપરા ગામ તરફના રસ્તા પર સવારે અને સાંજે ખુબ જ ટ્રાફિક અવરજવર કરે છે. આ રસ્તાને વન-વે કરવો જોઇએ. રસ્તાની વચ્ચે ડીવાઇડર હોવું જોઇએ. શાળા બસો અને ખાનગી મારુતી વાનો પણ ઘણી ચાલે છે. આ રસ્તા ઉપર અહીં જીવલેણ અકસ્માત થવાની પુરી શકયતા છે. આ ઉપરાંત એસ.ટી. ડેપોથી ઇટાળવા તરફ ખુબ ટ્રાફિક રહે છે. અહીં કોન્વેન્ટ તથા વિદ્યાકુંજ શાળાઓ છે. સીએનજી તથા પેટ્રોલ પંપો પણ આવેાલ છે. આથી ફોર વ્હીલ વાહનોની ભરમાર રહે છે. આ રસ્તાને પણ વન-વે કરવો જોઇએ. રસ્તાને પહોળો કરવાની જરૂર છે જો તેમ ન થાય તો અકસ્માત થશે એ નિ:શંક છે.
નવસારી           – મહેશ નાયક-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts