કરનાળીમા સોમવતી અમાસે કુબેર ભંડારીના દર્શનાર્થીઓ પાસેથી કમાઈ લેવાના ચક્કરમાં સુરક્ષા ભુલાઈ

ડભોઇ તાલુકાના કરનારી ખાતે કુબેર ભંડારી મંદિરે સોમવતી અમાસ હોવાથી ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાથી લાખો શ્રધ્ધાળુઓ ભગવાન ભોલેનાથ ના દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારે તંત્ર ની નજર સામે જ નર્મદા નદીમા ફરતી હોડીઓમા ક્ષમતા કરતા વધુ 40 થી 50 મુસાફરોને કોઇપણ જાતની સેફટી અને સલામતી ની ચિંતા કર્યા વિનાજ બેસાડી નર્મદા નદી ની મુસાફરી કરાવી હતી.બધુ તંત્ર ની નજ ર સામે જ થતુ રહ્યુ અને આશ્ચર્યની વાત એ છે કે તંત્ર તમાશો જોતુ રહ્યુ.
હાલ મા જ મુંબઇ ના દરીયામા નેવી ની બોટ મુસાફરો ભરેલ બોટ સાથે અથડાઇ હતી.જેમા 14 મુસાફરોના મોત નિપજ્યા હતા.અને 66 જેટલા મુસાફરો ને સમયસર મદ્દદ મળતા બચાવ થયો હતો.એ પહેલા વડોદરાના હરણી તળાવમા ક્ષમતા કરતા વધુ સ્કુલના બાળકો ને બેસાડાયા હતા અને બોટ પલટી ખાતા 11 બાળકો મોત ને શરણ થયા હતા.ત્યારે તંત્ર અને સરકાર કોઇપણ જાતનો બોધપાઠ લઈ રહી નથી.
ડભોઇ તાલુકાના કરનારી ખાતે સોમવતી અમાસ હોવાથી કુબેર ભંડારી મંદિરે લાખો દર્શનાર્થીઓની ભીડ ઉમટી હતી.તેમાના અસંખ્ય લોકો માઁ સલીલા નર્મદા ના દર્શન કરવા હોડીઓ મા બેસી નદીમા તેમજ સામે કિનારે જવા માટેની મુસાફરી કરી હતી.જેમા હોડીઓમા ઠાંસીઠાસીને 40 થી 50 મુસાફરો ભરી લાઇફ જેકેટ વિના જ હાલક ડોલક થતી હોડી નર્મદા પાર કરાવતી હતી.એટલુ જ નહી આશ્ચર્ય ની વાત તો એ છે કે આ બધુ તંત્ર ની સામે જ થતુ હતુ.અને સ્થળ પર ઉપસ્થિત તંત્ર ના અધિકારીઓ તમાશો જોતા હતા.ત્યારે જો નર્મદા મા કોઇ હોનારત સર્જાય તો શુ હાલ થાય તેની કલ્પના માત્ર થી ધૃજારી છૂટે તેમ છે.ત્યારે સરકાર હોનારત થતા સુધી કેમ બેધ્યાન રહે છે,તે યક્ષપ્રશ્ન છે.
