Kalol

નર્મદા જિલ્લાની મનોરોગી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સલામત રીતે પહોંચાડતી 181 મહિલા હેલ્પ લાઇન


કાલોલ :
કાલોલ તાલુકાના ફૂટેવાડ ગામમાથી એક જાગૃત વ્યક્તિએ 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કર્યો હતો કે એક અજાણી મહિલા અમારા ગામમાં આજે સવારથી આવી છે, જેને મદદ પહોંચાડવાની અપીલ કરતા અભયમ રેસ્ક્યુ ટીમે હાલોલ સ્થળ પર પહોંચી મહિલા સાથે આત્મિયતાથી વાતચીત કરી તેમનાં પરિવાર ની જાણકરી મેળવી હતી. તે અંદાજે ચાર મહિનાના ગર્ભવતી જણાતા હતા. જેઓ સાથે ચર્ચા કરી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સોંપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ અંદાજે 25 વર્ષ ઉપરના મહિલાને માનસિક બીમારી છે તેમ જણાતું હતુ. જેઓ નર્મદા જિલ્લા ના વતની છે તેમ જણાવતા હતા. તેઓ તેમના પતિનું નામ અને ગામનું નામ જાણતા હતા અને અજાણ્યા વ્યક્તિ સાથે નીકળી ગયા હતા. જેથી એ વ્યક્તિએ તેમને કાલોલ છોડી દીધા હતા અને ગામમાં આવતા ગામના લોકોએ અભયમને જાણ કરી હતી. ગામના લોકો ની માનવતા અને અભયમના પ્રયત્નોથી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પહોંચાડવામાં આવ્યાં
હતા.

Most Popular

To Top