નર્મદા કેનાલ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર યુવાનનું મોત

અકસ્માત બાદ વાહનચાલક નાસી છૂટયો: બાઇક પર પાછળ બેઠેલો યુવાન ગંભીર

(પ્રતિનિધિ) વડોદરા, તા.૨૯ વડોદરા શહેર ત્રીકમપુરા બસ સ્ટેન્ડ( Bus stand)પાસેથી પસાર થતી નર્મદા કેનાલ(Narmada Canal) પાસે બાઈક પર સવાર (Riding a bike)થઈ બે યુવાનો જઈ રહયા હતા ત્યારેઅજાણ્યા વાહનચાલક સાથે અકસ્માત સર્જાતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનોને સારવાર માટે સયાજી હોસ્પીટલ(Sayaji Hospital)માં ખસેડાયા હતા. સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજયું હતું. બીજા યુવાનને નાજૂક હોવાનું ફરજ પરના તબીબોએ જણાવેલ હતું.

પ્રાપ્ત વિગત મુજબ ત્રીકમપુરા બસ સ્ટેન્ડ પાસે પસાર થતી નર્મદા કેનાલ પાસે ભાવેશ રમેશ પરમાર ઉ.વ.૨૧ અને ગુલઝાર શેખ ઉ.વ.૨૩ બંને યુવાન ભાઈ ગામમાં રહેતાહતા. બાઈક પરથી નર્મદા કેનાલ પાસેથી જતી વખતે પૂરપાટ (Purpat) ઝડપે પસાર થતા અજાણયા વાહનચાલક સાથે ગમખ્વાર અકસ્માત (Tragic accident) સર્જાતા ગંભીર ઘવાયેલા બંને યુવાનોને સારવાર હેઠળ ૧૦૮ ઍમ્બ્યુલન્સ દ્વારા વડોદરા શહેર સયાજી હોસ્પીટલમાં ખસેડાયા હતા.

ગુલઝાર સારવાર મળે તે પહેલા મોત નિપજયું હતું. અન્ય યુવાનની હાલત નાજુક હોવાનું ફરજ પરના તબીબોઍ જણાવ્યું હતું. મોતને ભેટેલા યુવાનના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. બનાવ સંદર્ભે વાઘોડીયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Related Posts