Charotar

નડિયાદમાં કુખ્યાત માસુમ મહિડા સામે છેડતીની ફરીયાદ નોંધાતા પોલીસે વરઘોડો કાઢ્યો


(પ્રતિનિધિ) નડિયાદ, તા.8
નડિયાદની એક પરણિત મહિલાની છેડતી કરી અને તેની પર દબાણ કરી ત્રાસ આપવાની ઘટના સામે આવી છે. આ ગુનામાં આરોપી અન્ય કોઈ નહીં, પરંતુ અગાઉ લવજેહાદ સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત માસુમ મહિડાનું કૃત્ય છે. પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે અને હાલ મહિલા પોલીસ કર્મીઓએ આ માસુમ મહિડાનું સરઘસ કાઢ્યુ છે.

કુખ્યાત માસુમ મહિડા સામે એક મહિલાએ છેડતીની ફરીયાદ નોંધાવી છે. પોલીસે તુરંત આ ફરીયાદના આધારે માસુમના ઘરે પહોંચી અને હવે મહિલા પોલીસ કર્મચારીઓએ આ માસુમનો વરઘોડો કાઢ્યો છે. બનાવ કંઈક એમ છે કે, પીડિતાએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે અને તેમાં જણાવ્યુ છે કે, તે જાન્યુઆરી મહિનામાં પોતાનુ પ્લેઝર સ્કુટર લઈને ઘરેથી નીકળ્યા તે દરમિયાન ઇડન ગાર્ડન વિસ્તારમાં રહેતા માસુમ કાલુભાઇ મહીડાએ મને રસ્તામાં ઉભી રાખી તેમનું નામ પૂછ્યુ હતુ. બાદમાં પીડિતાને તેના પતિનું નામ જણાવી અને તેમના પતિ ખૂબ મોટી રકમના દેવામાં ફસાઈ ગયો છે અને તે તકલીફમાં મૂકાઈ જશે, તેમ જણાવી વાત કરવી છે, તેમ કહ્યુ હતુ. પીડિતાએ પૂછતા માસુમે જણાવ્યુ હતુ કે, અત્યારે મારી પાસે સમય નથી તમે તમારો નંબર આપો પછી હું તમને મોડા જણાવીશ, તેમ કરી પીડિતાનો નંબર મેળવ્યો હતો.
તે બાદ ચારેક દિવસ પછી માસુમે પીડિતાના નંબર અને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યા હતા. તેમજ અવાર નવાર મેસેજ કરતો હતો. પીડિતા જવાબ ન આપે તો આ માસુમ તેની ગાડી લઈ અને તેના ઘર પાસે આંટા મારતો હતો. માર્ચ મહિનામાં પીડિતા માઈ મંદિર ખાતે દર્શન કરવા નીકળી ત્યારે માસુમે પાછળ ગાડી લઈ આવીને હાથ પકડી તીને ગાડીમાં બેસાડી દીધી હતી. તેમજ પીડિતાની મરજી વિરુદ્ધ તેની પર બળજબરી કરી અને બાથમાં લઈ લીધી હતી અને સેલ્ફી પાડી હતી. પીડિતાએ બુમાબુમ કરવાની બીક બતાવતા તેને ઉતારીને માસુમ ચાલ્યો ગયો હતો.
પીડિતાએ ફરીયાદમાં ઉમેર્યુ છે કે, 1 મે, 2025ના દિવસે સાંજે પીડિતા આઠેક વાગે પવનચક્કી રોડ તરફ ચાલીને જતી હતી, તે વખતે આ માસુમ મહિડાએ તેની બ્લેક કલરની વર્ના ગાડી લઇને મારો પીછો કરી મારી પાછળ પાછળ આવ્યો હતો અને મારી પાસે તારી સેલ્ફી છે અને જો તુ મારી સાથે સબંધ નહિ રાખે અને ગાડીમાં નહિ બેસે તો તારી સેલ્ફીઓ વાયરલ કરી દઇશ તેમ ધમકી આપી હતી. બાદમાં પીડિતા આ સેલ્ફી ડીલીટ કરાવવા ગાડીમાં બેઠી હતી.

જ્યાં માસુમ મહીડાએ પીડિતાને જણાવ્યુ હતુ કે, તું બહુ સરસ લાગુ છુ. તેમ કહી પીડિતા બળજબરીથી ગળુ પકડી મને તેના તરફ ખેંચીને તેની મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કર્યા હતા અને કપડા કાઢી નાખવા પ્રયાસ કર્યા હતા. પીડિતાએ તેની ભીંસમાંથી છુંટવા સારૂ ખૂબ જ પ્રયત્ન કરતા તે ગાડી મિશન રોડ તરફ લઇ ગયો હતો અને આ અંગે કોઈને જણાવે તો પીડિતાના ફોટા સસરા અને પતિને મોકલવાની ધમકી આપી હતી. તેમજ પતિનો અકસ્માત કરાવવાની અને પીડિતાના બાળકો પર એસિડ છાંટી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે, અવાર-નવાર માસુમ આ ધમકીઓ આપતો હોવાથી અંતે પીડિતાએ ફરીયાદ નોંધાવી છે.

Most Popular

To Top