Dabhoi

દ .આફ્રિકાના બુરુન્ડી ક્રિકેટ એશોસિયેશનના પ્રમુખ તરીકે હિરેન સોનીની વરણીને ડભોઇમા આવકાર

ડભોઇ: ગુજરાતીનો ગજ આખી દુનિયામા વાગે છે. મહાત્મા ગાંધીને આંદોલન ની પ્રેરણા આપનાર દક્ષિણ આફ્રિકાના બુરુન્ડીમા રહેતા ડભોઇના હિરેન સોનીએ ડભોઇનુ નામ રોશન કર્યું છે. હિરેન સોનીની ભરુચના કોસમડીના વતની મોહમ્મદ અલી અયુબ ધ્વારા સ્થાપિત બુરુન્ડી.ક્રિકેટ એશોસિયેશનના પ્રમુખ તરીકે વરણી થઈ હતી. જેમના ધ્વારા બુરુન્ડી ક્રિકેટ એશોસિયેશનના નેજા હેઠળ એશિયન માર્ટ્સ પ્રીમિયર લીગ – ૨૦૨૫નુ આયોજન આયોજન ખૂબ જ સફળ રહ્યું હતું. આ રવિવારે ક્રેન ટાઈટન્સની ટીમ ના ક્પ્તાન અયાઝ ખાન અને ફેબ્રીમેટલ ઈલેવનના કેપ્ટન રમેશ કુમાર વચ્ચે ફાઈનલ મેચ યોજાનાર છે. જેને લઈ હિતેશ સોની દ્વારા ગુજરાતી સમુદાય યુ – ટયુબ પર ઓન લાઈન ફાઇનલ જુએ અને ભારતીય રાષ્ટ્રવાદીઓ દ્વારા આયોજીત બુરુન્ડી ક્રિકેટ એશોસિયેશનને સમર્થન આપી એમનો ઉત્સાહ વધારે એવી અપિલ કરાઈ છે.

Most Popular

To Top