દેશમાં એક જ દિવસમાં કોરોનાથી 11 મોત

કોરોના કટોકટી આજે દેશમાં વકરતી જણાઇ હતી.નવા ૨૨૭ કેસો દેશભરમાં નોંધાતા કેસોની સંખ્યા વધીને ૧૨૫૧ થઈ છે. આ સાથે આજે દેશમં કુલ 11નાં મોત થયાં હતાં જેમાં એકલા તેલંગાણામાં છ જણાં મૃત્યુ પામ્યા હતા. આ છ જણા દિલ્હીના નિઝામુદ્દીન એરિયામાં આ મહિને યોજાયેલા ધાર્મિક સમારોહમાં ભાગ લઈને પાછા ફર્યા હતા. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે મૃત્યુ આંક 3૮ થયો છે અને પોઝિટિવ કેસોની સંખ્યા 1251 થઈ છે. ગઈકાલે કેસો ૧૦૨૪ અને મરણાંક ૨૭ હતો. લગભગ 100 લોકો સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં 227 કેસો વધ્યા એ ભારત માટે એક જ દિવસમાં સૌથી મોટો ઉછાળો છે. આ મોતમાં તેલંગાણાના એક જ મોતનો સમાવેશ હતો પણ રાજ્ય સરકારે રાત્રે કહ્યું કે દિલ્હીના નિઝામુદ્દીનમાં ધાર્મિક સમારોહમાં હાજરી આપનાર છ લોકો કોરોનાવાયરસના લીધે મૃત્યુ પામ્યા છે. એકલા દિલ્હીમાં નવા 25 કેસો નોંધાયા છે અને આ સાથે દિલ્હીના કેસો વધીને 97 થયા છે. રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ, યુપીમાં પણ કેસ વધ્યા છે. મહારાષ્ટ્રમાં આજે એક ઓર મોત સાથે મરણાંક ૧૦ થયો છે અને 17 નવા કેસો સાથે કેસો 220 થયા છે.

Related Posts