ડભોઇ:
ડભોઈની હોસ્પિટલમાં એક પ્રસુતાએ એક સાથે ત્રણ બાળકોને જન્મ.આપતા કુદરત જાણે રાજી થઈ હોય એમ લાગી રહ્યુ છે .
બનાવની વિગત પ્રમાણે ડભોઈ શણગાર વાડી પાસે રહેતા કડીવાલા રુબીના મોહસીનને ત્યાં તેર વર્ષ પહેલા પહેલા એક બાળકીનો જન્મ થયો હતો. તેર વર્ષ ના વ્હાણા બાદ કુદરત રાજી થઇ અને સારા દિવસો દેખાડયા. મહિલા ડભોઈના ડો .ધર્મેશ પટેલ ની ધ્રુમિલ હોસ્પીટલમા સારવાર માટે આવી. જેની પ્રસુતીનો સમય થતાં બે પુત્ર અને એક પુત્રી એમ એક સાથે ત્રણ બાળકોનો જન્મ થયો. તબીબ ધર્મેશ પટેલ અને એમની ટીમે યોગ્ય સારવાર કરી સફળતા પુર્વક ત્રણ બાળકોની ડિલીવરી કરાવતા કડીવાલા કુંટુંબમા ખુશીની લ્હેર જોવા મળી હતી. ત્રણેય બાળકો અને માતાની તબીયત તંદુરસ્ત જોવા મળી છે. ડભોઈના તબીબ ડો.ધર્મેશ પટેલ અને એમની ટીમનો કડીવાલા કુટુંબ તરફ થી આભાર વ્યકત કરી ખુશી જાહેર કરી છે
