Dahod

ઝાલોદ નગરપાલિકામાં ૧૦૮ ઉમેદવારો વચ્ચે રસાકસીનો જંગ જામશે

દાહોદ:

દાહોદ જિલ્લાની ઝાલોદ નગરપાલિકામાં ૧૦૮ ઉમેદવારો ચુંટણી લડવા જઈ રહ્યાં છે. ઉમેદવારી પત્રો ચકાસણીના અંતે આ ૧૦૮ ઉમેદવારોમાં રસાકસીનો જંગ જામશે. ત્યારે બીજી તરફ આ વખતે ઝાલોદ નગરમાં પ્રજાજનોનો મિજાજ કંઈક અલગ જાેવા મળી રહ્યો છે. ઝાલોદ નગરપાલિકા પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. ત્યારે જે ઉમેદવાર નગરજનોના પ્રશ્નોનું સમાધાન કરી કામગીરી કરશે, તેવા ઉમેદવારોને જીતાડવા માટે પ્રજાજનોએ મક્કમ ઈરાદો કરી લીધો છે.

ઝાલોદ નગરપાલિકામાં સમાવિષ્ટ ૦૭ વોર્ડમાં ચુંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે. ચુંટણી અધિકારી દ્વારા ઉમેદવારીપત્રોની ચકાસણીની કામગીરી પણ પૂર્ણ કરી દીધી છે. જેમાં કુલ ૧૬૨ ઉમેદવારી પત્રો પૈકી ૧૨૯ ઉમેદવારી પત્રો માન્ય ગણવામાં આવ્યાં છે. ૩૩ ઉમેદવારી પત્રો અમાન્ય ગણવામાં આવ્યાં છે. બીજી તરફ વાત કરીએ તો વોર્ડ નંબર ૦૧માંથી ૦૭ ઉમેદવારી પત્રો પરત ખેંચવામાં આવ્યાં હતાં તેવીજ રીતે વોર્ડ નંબર ૦૨માંથી ૦૬, વોર્ડ નંબર ૦૩માંથી૦, વોર્ડ નંબર ૦૪માંથી ૦૧, વોર્ડ નંબર૬માંથી ૦૪ ઉમેદવારી પત્રો ખેંચવામાં આવ્યાં છે. વોર્ડ નંબર ૦૧માંથી ૧૮ ઉમેદવારો હરિફ ઉમેદવારો તરીકે જાહેર કરવામાં આવ્યાં છે તેવીજ રીતે વોર્ડ નંબર ૦૨માં ૧૭, વોર્ડ નંબર ૦૩માં ૧૪, વોર્ડ નંબર ૦૪માં ૧૫, વોર્ડ નંબર ૦૫માં ૧૫, વોર્ડ નંબર ૦૬માં ૨૩ અને વોર્ડ નંબર ૦૭માં ૦૬ ઉમેદવારો હરિફ ઉમેદવારોની યાદીમાં સમાવિષ્ઠ થયાં છે., આમ, આ ઉમેદવારોમાં ઝાલોદ નગરપાલિકાની ચુંટણીમાં રસાકસીનો જંગ જામશે ત્યારે બીજી તરફ ઝાલોદ નગરમાં છેલ્લા ઘણા વર્ષાેથી નગરજનો પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યાં છે. જેમાં રસ્તા,પાણી, ગંદકી વિગેરે જેવી અનેક સમસ્યાઓથી નગરજનો હેરાન પરેશાન થઈ ગયાં છે. જેને પગલે ઝાલોદ નગરવાસીઓમાં ભારે આક્રોશ પણ જાેવા મળી રહ્યો છે. પાલિકાના સત્તાધિશો દ્વારા ઝાલોદ નગરમાં કોઈ કામગીરી કરવામાં આવી ન હોવાના પણ છડેચોક ઝાલોદના નગરજનો આક્ષેપો કરી રહ્યાં છે. આ વખતની ચુંટણીમાં જે ઉમેદવારો નગરજનો વિકાસ અને પ્રજાજનોના પડતર પ્રશ્નો તેમજ પ્રજાજજની સમસ્યાઓનું નિરાકરણ કરશે તેનેજ ચુંટણીમાં મત આપવાનો નિર્ણય ઝાલોદના નગરજનોએ મક્કમ ઈરાદો કરી લીધો છે.

———————————————-

Most Popular

To Top