રસ્તા પર ઉડતી ધૂળથી બાઈકચાલકોની હાલત દયનીય, તંત્ર વહેલી તકે કામગીરી પૂર્ણ કરે તેવી માંગ
ગુજરાત મિત્ર..જેતપુરપાવી
જેતપુરપાવીથી રંગલી ચોકડી તરફ જતાં મુખ્ય માર્ગ પર રોડની કામગીરી અધૂરી રહેતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડની અધૂરી કામગીરીને કારણે વાહનોની અવરજવર દરમિયાન માર્ગ પર ધૂળની ડમરીઓ ઉડતી હોવાના કારણે ખાસ કરીને બાઈકચાલકો પરેશાન થઈ રહ્યા છે.
રસ્તા પરથી વાહનો પસાર થતાં મોટી માત્રામાં ધૂળ ઉડતા વાહનચાલકોને ધૂળ વચ્ચે વાહન ચલાવવાની ફરજ પડી રહી છે.રોડ ની અધૂરી કામગીરી ને કારણે રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે જેના કારણે વાહનચાલકોની હાલત દયનીય બની રહી છે અને માર્ગ પર અકસ્માતનો ભય પણ રહે છે.
સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા રોડની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેમજ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ધૂળની સમસ્યા દૂર કરવા જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
રિપોર્ટર: આરીફ ખત્રી