બોડેલી:;છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી અતિ ભારે ગરમીનું વાતાવરણ સર્જાયું હતું .જેમાં લોકો ઘરની બહાર નીકળવાનો પણ પસંદ કરતા ન હતા. જ્યારે આજરોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સહિત જબુગામ ગામે અતિ ભારે પવન ફૂંકાયો હતો. પવન ફૂંકાતાની સાથે વીજ પુરવઠો ઠપ થયો હતો. જ્યારે પવન ફૂંકાયો તે વખતે જબુગામ અને સુષ્કાલ વચ્ચે મોટા વૃક્ષોની ડાળીઓ રોડ ઉપર પડતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી.
જબુગામ એચ પી પેટ્રોલ પંપ સામે એક વૃક્ષની ડાળી એક પીક અપ ગાડી પર પડતા અકસ્માત સર્જાયો હતો. ગાડી ત્યાં ને ત્યાં જ ઉભી રહી ગઈ હતી. ગાડી ચાલકને સદનસીબે કોઈ ઈજા પહોંચી નથી. જ્યારે જબુગામ પોલીસે વિભાગ સ્થળ ઉપર પહોંચી ટ્રાફિકને નિયમિત કર્યો હતો અને વૃક્ષની ડાળીઓ ગાડી પરથી હટાવવાની કામગીરી કરી હતી.
સાથે સાથે જબુગામ તથા કુકણા,રાણ ફળિયા જેવા આસપાસના ગામના લોકોએ સ્થળ ઉપર આવી મદદરૂપી કામગીરી કરી હતી અને ઝાડની પડેલી ડાળીઓ રોડ ઉપરથી હટાવવા માટે મદદરૂપ થયા હતા.

