ચાણોદના પી.એચ.સી સેન્ટરની ગંભીર બેદરકારી : દર્દીને થયેલો કડવો અનુભવ

કોવિડ સેન્ટરના નામે દર્દી ઓ ને મૂકી રાખવામાં આવે છે જો દર્દી ને કઈ થાય તો જવાબદાર કોણ?

(પ્રતિનિધિ)           ડભોઇ,તા.૨૯ આજરોજ ચાણોદ ના પી.એચ.સી સેન્ટર ની ગંભીર બેદરકારી સામે આવી છે. તેનતલાવ ખાતે આવેલ ખેડૂત ધવલભાઈ પટેલ જેઓને થોડા સમય પેહલા કોરોના પોઝિટિવ આવ્યું હતું.ત્યાર બાદ તેઓ સારવારબાદ સાજા થઇ ઘરે પણ આવી ગયા હતા.તકેદારી ના પગલાં રૂપે તેઓ એ તેમના પત્ની ઇન્દિરા બેન પટેલ નું કોરોના રિપોર્ટ કરવા નું નક્કી કર્યું અને ચાણોદ ખાતે આવેલ પી.એચ.સી સેન્ટર ખાતે તેઓના પત્ની નું કોરોના નું ચેકઅપ કરાવ્ય હતું.

ચેકઅપ કરાવ્યા ના ૮ દિવસ બાદ રિપોર્ટ પોઝિટિવ છે નું જણાવી ચાણોદ પી.એચ.સી સેન્ટર ખાતે થી ગાડી ઈન્દીરાબેન ના ઘરે તેઓને એડમિટ કરવા માટે ગયી.જ્યાં તેઓના પતિ ધવલ ભાઈ એ આવેલ કર્મચારીઓ ની પાસે રિપોર્ટ માંગતા તેઓ રિપોર્ટ લાવ્યા ન હતા.અને દર્દી ને દાખલ કરવા પડશે એમ કહી દર્દી ને પાદરા જકાતનાકા પાસે આવેલ સરકારી કોવિડ સેન્ટર ખાતે મૂકી આવ્યા હતા. ત્યાં જતા જ દર્દી ને કડવો અનુભવ થયો હતો.

 સૌ પ્રથમ તો દર્દી ને પાદરા કોવિડ સેન્ટર ના સ્ટાફ એ એક પાણી ની ડોલ તેમજ એક સાવરણી આપી પોતાનું રૂમ જાતે જ સાફ કરવા જણાવવા માં આવ્યું હતું.ત્યાર બાદ એક બેડ ની વ્યવસ્થા હતી તે સિવાય ત્યાં નાતો બોટલ ચઢાવવા ની વ્યવસ્થા હતી ના તો કોઈ ઓક્સીજન ના બોટલ ની વ્યવસ્થા હતી.

સારવાર ના નામે ફક્ત એ ટાઈમ ગોળીઓ ત્યાં ના તબીબો દ્વારા આપવામાં આવી રહી છે.અને ત્યાંના કર્મચારીઓ દ્વારા દર્દી ને પોતાના રૂમ માં જાતે કચરો વાળી ને રૂમ સાફ રાખો નું કેહતા દર્દી અપમાન કરવામાં આવ્યું હતું.

દર્દી એ આ વેદના પોતાના પતિ ને કરતા ધવલ ભાઈ દ્વારા ચાણોદ પી એચ સી સેન્ટર ખાતે આ અંગે રજુઆત કરી હતી પરંતુ હજી સુધી કોઈ સંતોષકારક જવાબ ચાણોદ ના મેડિકલ ઓફિસર તરફ થી આવ્યો નથી.

દર્દી હાલ પાદરા માં આવેલ કોવિડ સેન્ટર માં છે.ત્યાં સુવિધા ના નામે ફક્ત ગોળીઓ જ છે તો દર્દી ને કોના ભરોસે મુકવું તે અંગે તેમના પતિ  દ્વારા ચિંતા નો વિષય છે. તંત્ર દ્વારા થયેલ ગંભીર બેદરકારી ની ઘટના ધવલ ભાઈ એ ગુજરાત મિત્રને   ટેલિફોનિક વાત દરમિયાન જણાવી હતી.જો આમ જ કોવિડ સેન્ટરના નામે દર્દી ઓ ને મૂકી રાખવામાં આવે છે જો દર્દી ને કઈ થાય તો જવાબદાર કોણ?

Related Posts