Godhra

ગોધરા એ.પી.એમ.સી. ડિરેકટરની ચૂંટણીમાં માલવદીપસિંહ રાઉલજી બિનહરીફ ચૂંટાઈ આવ્યા

પ્રતિનિધી ગોધરા તા.03

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોધરા ડિરેકટરની ચૂંટણી 2025 માં સહકારી ખરીદ વેચાણ મંડળીઓના વિભાગની બેઠક માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. ગોધરા એ.પી.એમ.સી. ખાતે ફોર્મ પાછા ખેંચવાના દિવસે આ વિભાગમાં એક માત્ર ઉમેદવાર તરીકે માલવદીપસિંહ રાઉલજી દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હોવાથી, અન્ય કોઈ ઉમેદવાર ન હોવાના કારણે તેમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. માલવદીપસિંહ રાઉલજી હાલમાં ગોધરા તાલુકાના રેડક્રોસ ખાતે ચેરમેન તરીકે કાર્યરત છે અને તેમણે અગાઉ ગોધરા વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં પણ ભાજપાની મહત્વની જવાબદારીઓ નિભાવીને સંગઠનાત્મક કૌશલ્યનો પરિચય આપ્યો છે. માલવદીપસિંહ રાઉલજી બિનહરીફ ચૂંટાઈ આવતા તેમને આવકારવા અને અભિવાદન કરવા માટે બજાર સમિતિના સદસ્યો, ભાજપા જિલ્લા, નગર અને તાલુકાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને નગરજનો બજાર સમિતિ ગોધરા ખાતે હાજર રહ્યા હતા અને નવનિયુક્ત સભ્યને તેમની નવી જવાબદારી માટે શુભકામનાઓ પાઠવી હતી.

Most Popular

To Top