ગોંડલમાં ધોધમાર વરસાદ: દોઢ કલાકમાં ચાર ઇંચ વરસાદ પાણી પડતાં જળબંબાકાર

વરસાદને પગલે વોરા કોટડા ગામ સંપર્ક વિહોણું બન્યું, ઉમરાળા અંડરબ્રિજમાં પાણી ઘૂસી ગયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પણ પાણી ઘૂસી જતાં વેપારીઓ, દલાલો તેમજ મજૂરોને હાલાકી

રાજકોટ: સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજકોટ, જૂનાગઢ(jugnagadh), ગીર-સોમનાથ(Somnath)માં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો. જેમાં રાજકોટ(Rajkot)ના ગોંડલમાં 4 ઇંચથી વધુ વરસાદ પડતાં શહેરના માર્ગો પર પાણી જ પાણી થઈ ગયા હતા.

ભારે વરસાદથી દુકાનોમાં પાણી ઘૂસી ગયાની માહિતી સાંપડી છે.ગુજરાત(Gujarat)માં વરસાદે ધમાકેદાર ઇનિંગ(Banging innings)ની શરૂઆત સૌરાષ્ટ્રથી કરી દીધી હોય એવું પ્રતીત થઈ રહ્યું છે. રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જિલ્લાના જેતપુર, વીરપુર(Virpur), જામકંડોરણા (Jamkandora)અને ગોંડલ(Gondal)માં ભારે વરસાદ વરસ્યો હતો. ગોંડલ શહેર તેમજ આજુબાજુના દેરડી કુંભાજી સહિતના વિસ્તારોમાં વરસાદી મહેરની વિગતો મળી છે.

ત્યારે ગોંડલ શહેરમાં માત્ર દોઢ જ કલાકમાં જ અંદાજિત 4 ઇંચ પાણી પડી જતાં રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. વરસાદથી કોઝવે પરથી પાણી વહી રહ્યા છે. બીજી તરફ ભારે વરસાદને કારણે વોરા કોટડા ગામ સંપર્કવિહોણું બન્યું હોવાના સમાચાર મળ્યા છે. મેઘરાજાના પ્રકોપને કારણે કેટલીય દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા.

એ સાથે લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી સર્જાઈ હતી. સાથે સાથે ઉમરાળા રોડ પર આવેલા અંડરબ્રિજ(Underbridge)માં પાણી ઘૂસી ગયા હતા. જ્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પણ પાણી ઘૂસી જતાં વેપારીઓ, દલાલો તેમજ મજૂરોને હાલાકી વેઠવી પડી હતી.

જૂનાગઢના માણાવદર, કેશોદ, વંથલી, ભેંસાણ, જૂનાગઢ અને જૂનાગઢ શહેર, મેંદરડામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. જેમાંથી સૌથી વધારે વરસાદ માણાવદરમાં નોંધાયો છે. માણાવદરમાં 28 એમએમ વરસાદ પડ્યો હતો. તો વંથલીમાં 18 એમએમ પડ્યો છે. ગીર-સોમનાથના તાલાલામાં પણ ઝાપટાં પડ્યાં હતાં. તો તાલાલામાં 15 એમએમ વરસાદ નોંધાયો હતો.

Related Posts