Vadodara

ગુજરાત સરકારના કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગના સચિવની એકાએક બદલી

કુટીર વિભાગમાં અનેક વિવાદાસ્પદ કામગીરી કરનાર પ્રવિણ સોલંકી ને મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટયૂટના ડિરેક્ટર જનરલ બનાવ્યા
અભ્યાસ કરતી કન્યાઓને અપાતી સાયકલ યોજના સંભાળવાની ટીપણી ફાઈલ પર જ લખી નાખતા રાજ્ય સરકારની આંખે ચડી જવાથી બદલીનો ગણગણાંટ


ગુજરાત સરકારમાં 10 મી માર્ચે એકાએક આઈએએસ ની બદલી નો ગંજીફો ચીપાતા કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગના સચિવ પ્રવિણ સોલંકી ની બદલીના હુકમ થતા ખળભળાટ મચી ગયો છે. રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં એકાએક થયેલ બદલીના ફેરફારમાં 2003 ની બેચમાં જોડાયેલા આઈએએસ પ્રવિણ સોલંકી ને કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગના સચિવ પદેથી તાત્કાલિક હટાવી દેવાયા બદલી કરાયેલા કમિશનરને મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટયૂટના ડિરેક્ટર જનરલ બનાવીને એક રીતે હાસિયા માં ધકેલી દેવાયા હોય તેવી જગ્યા પર બદલી થતાં અધિકારીઓમાં ગણ ગણાટ વ્યાપી ગયો હતો. રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં આવી જગ્યાઓ સાઈડ લાઈન પોસ્ટિંગ તરીકે મનાય છે.
કુટીર ઉદ્યોગના જ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે પ્રવીણ સોલંકીની કામગીરી પ્રારંભથી જ વિવાદાસપદ રહી છે. તેમને મળેલી પોસ્ટિંગ બાદ કુટીર વિભાગ હસ્તકના કારીગરો માટે બનાવાયેલી અને યોજનાઓને રાતોરાત તાળા વાગી ગયા હતા કારીગરોએ બાળું શુકલ તેમજ ઉચ્ચ મંત્રીઓ સમક્ષ સેકડો રજૂઆતો સુદ્ધાં કરી હતી.
વિધાનસભા માં કુટીર ઉદ્યોગમાં કેટલાક મનસ્વી ફેરફારો નું બિલ પાસ કરાવવા તૈયારી થઈ ચૂકી હતી હાથીદાત અને હાડકાની કેટલીક હસ્ત કારીગીરીની વસ્તુઓને પ્રોત્સાહન આપવા તૈયાર કરેલો ડ્રાફ્ટ સચિવાલયમાં પહોંચી ગયો હતો ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના ધ્યાને સમગ્ર મામલો આવતા જ ચોકી થયા હતા તેમને જાણ થઈ હતી કે જો આ વિધાયક પાસ થશે તો હાથીદાંત અને પશુઓ ની ગેરકાયદેસર અનહદ કતલ થશે તો બોલ અને મૂંગા જીઓ માટેનો મુદ્દો મંત્રીએ તાત્કાલિક ધ્યાને લઈને વિધાનસભામાં પહોંચી ગયેલું બિલ પાછું મંગાવ્યું હતું અને ઉચ્ચ અધિકારીઓ સાથે સત્વરે બેઠક કરીને ચર્ચાઓ કરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે ગીર ઉદ્યોગના કમિશનર સોલંકી આ બિલ તૈયાર કરાવ્યું હતું. તેમના મળતીયા અધિકારીઓએ સમગ્ર બાબતે સૂચક મૌન સીવી લીધું હતું. એક પ્રકારના કૌભાંડ નો ભાંડો ફૂટતા જ એકબીજા ઉપર દોષારોપણ કરતા અને કુટીર ઉદ્યોગ વિભાગમાં ઊંધું વાળનારા કોણ કોણ છે તે અંદરખાને જાણકારી મળી જતા બિલ ઉપર હાલ પણ કોઈ નિર્ણય લેવાયો નથી.
અભ્યાસ કરતી કન્યાઓને અપાતી સાયકલો બાબતે મંત્રીઓ અને આઈએએસ અધિકારી વચ્ચે સંકલનના અભાવે પણ અનેક મુદ્દા ઘોચમાં પડ્યા હતા. સાયકલ યોજના બાબતે બે વાર મંત્રીઓ સાથે પણ ટેકનિકલ વાંધા ઉઠતા સમગ્ર યોજના ખોરંભે પડી ગઈ હતી. કન્યાઓને દર વર્ષે મફત સાયકલ આપવાની યોજના ના બદલે તઘલઘી તુક્કા ઓના પરિણામે કુટીર ઉદ્યોગ કમિશનર રાજકારણીઓની આંખે ચડી ગયા હતા તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

Most Popular

To Top