Charotar

ખંભાતના અશાંતધારામાં વિસ્તાર વધારવા માંગણી

ખંભાતમાં અશાંત ધારાની મુદત 20મીના રોજ પૂર્ણ થતાં, મુદ્દત લંબાવવા કલેક્ટર સમક્ષ રજુઆત કરાઇ

(પ્રતિનિધિ) આણંદ તા.4

આણંદ જિલ્લાના સંવેદનશીલ ખંભાત શહેરમાં અશાંત ધારાની મુદત 20મી ફેબ્રુઆરી,2025ના રોજ પુરી થઇ રહી છે. આ અશાંતધારાની મુદત 25 વર્ષ વધારવા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત નવા કેટલાક વિસ્તાર ઉમેરવા પણ માગણી કરી હતી.

ખંભાતના અશાંતધારા અંગે આણંદ કલેક્ટરને રજુઆતમાં જણાવ્યું હતું કે, ખંભાતના અમુક વિસ્તારોના નામ અને તે વિસ્તારોના સીટી સર્વે નંબરનો અશાંતધારામાં ઉલ્લેખ કરેલો નથી. હાલના અશાંત ધારામાં ભાવસાર વાડ, મંડાઈ, પાનપોળ, દંતારવાડો, નાનો – મોટો કુમારવાડો વગેરે વિસ્તારો અશાંતધારામાં આવરી લીધા છે. પરંતુ ગંધ્રકવાડો ઉપલી, નીચલી ઢાળ, નાનો ગંધ્રકવાડો, માળીવાડો અને પીઠનો સુથારવાડાનો સમાવેશ થાય છે. આ વિસ્તારો હિન્દુ બહુમતીવાળા છે અને તેમનો સમાવેશ કરવામાં આવ્યો નથી.  આ વિસ્તારો પૈકી પ્રથમ ત્રણ વિસ્તારમાં વિધર્મી લેન્ડ જેહાદની નીતિથી હિન્દુ સમાજના મકાનો ઊંચા ભાવ આપીને ખરીદવા માંગે છે. વધુમાં 10મી એપ્રિલ, 2022ના રોજ રામનવમીના દિવસે રામનવમીની રેલીમાં કોમી રમખાણ થયાં હતાં. આ વિસ્તારની ચકાસણી કરતાં ગંધ્રકવાડો ઉપલીઢાળ વિસ્તારને અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાવ્યો હતો. આ ઉપરાંત પીઠના સુથારવાડા વિસ્તારનું પણ આવું જ છે. આ વિસ્તારની નજીકમાં જ બેથી ત્રણ વખત કોમી રમખાણો થયાં છે. પીઠનો સુથારવાડો અતિસંવેદનશીલ વિસ્તાર છે. શક્કરપુર ગામમાં ગરીબ હિન્દુઓની મિલકત વિધર્મી ખરીદી રહ્યાં છે અને લવજેહાદ તથા અન્ય કિસ્સા વધી રહ્યાં છે. આથી, આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માગણી કરવામાં આવી હતી.

Most Popular

To Top