પાણી અને મચ્છર જન્ય રોગો વધતા હોસ્પિટલોમાં દર્દીઓ ની સંખ્યામાં વધારો
શહેરમાં ઝાડા ઉલટી અને કોલેરનો વાવર વકર્યો છે. ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધી છે. ત્યારે તકેદારીના પગલાં લેવા માટે આરોગ્ય તંત્રએ જણાવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારમાં કોલેરા અને ઝાડા ઉલટીનો વાવર જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ એ શંકાસ્પદ કોલેરાના સેમ્પલ લઇ કલ્ચર માટે મોકલવા શરૂ કર્યા છે. ગતરોજ એક બાળકને કોલેરા પોઝિટિવ આવ્યો હોવાનું ખાનગી લેનાર રિપોર્ટમાં બહાર આવ્યું છે તેની વચ્ચે અલકાપુરીમાં વધુ એક આધેડને ઝાડા ઉલટી થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ઓપીડી વિભાગમાં પાણીજન્ય રોગની દવા લેવા માટે દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે પાણી ઉકાળીને પીવું, વરસાદી પાણી ભરાયા હોય તો તેનો નિકાલ કરવા સહિતની તકેદારીના પગલાં લેવા માટે આરોગ્ય વિભાગે અપીલ કરી છે.
