Bharuch

કાવી-કંબોઇ દરિયાકાંઠે દાહોદના કાઉન્સિલરની કાર ફસાઈ ગઈ, ટ્રેક્ટરે દોરડાથી બાંધી બહાર કઢાઈ

દરિયાની મોજમાં કાર પાણીમાં ફસાઈ ગઈ..!!
**

દાહોદવાસીઓ દરીયાનું વાતાવરણ માણવા મશગુલ હતા એ વેળા ભરતીનાં પાણીમાં કાર ફસાઈ ગઈ

ભરૂચ,તા.9
જંબુસરના કાવી કંબોઇ દરિયાકાંઠે રવિવારે દાહોદ નગર સેવાસદનનાં એક કાઉન્સિલર દર્શને આવતા ભરતીમાં કાર ફસાઈ ગઈ હતી.રવિવારે રજાનો દિવસ હોવાથી દાહોદ નગર સેવાસદનના એક કાઉન્સિલર પરિવાર સાથે સ્તંભેશ્વર મહાદેવના દર્શન માટે આવ્યા હતા.મંદિરના દર્શન કર્યા બાદ દરિયાઈની મોજ માણવા દાહોદવાસી મશગુલ હતા.


દરિયાઈ કાંઠે ભરતીને કારણે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થતા કાર ઊંડા પાણીમાં ફસાઈ જતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.સમગ્ર ઘટનાની સ્થાનિકોને ખબર પડતા તેમણે તાત્કાલિક મદદ માટે તત્પર થઇ ગયા હતા.સ્થાનિકોએ ગામમાંથી ટ્રેક્ટર મંગાવીને કારને દોરડાથી બાંધીને બહાર કાઢતા હાશકારો થયો હતો. સ્થાનિક તંત્રે દર્શનાર્થીને અપીલ કરી છે કે દર્શનાર્થીઓએ દરિયા કાંઠે પોતે અને પોતાના વાહનો માટે તકેદારી રાખવી જોઈએ.

Most Popular

To Top