પાલિકા લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ પુરવાર થઈ
વોર્ડ નં-12ના સ્થાનિક આજે કાળી ચૌદસ ના દિવસે કાળુ પાણી પાલિકા દ્વારા આપવામાં આવ્યું હતું. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ પુરવાર થઈ છે. વર્ષો પૂર્વે ત્રણ ટાઇમ પાણી મળતું હતું. હાલ એક ટાઇમ પણ પૂરતુ પાણી મળતું નથી. લોકોને પાણી વિના વલખા મારવા પડે છે. કોર્પોરેશનમાં પાણીના પ્રશ્ન અંગે રજૂઆત કરવા જઇએ છીએ, તો યોગ્ય જવાબ મળતો નથી. અમારા વિસ્તારમાં ઠેર-ઠેર ગંદકીના ઢગલા જોવા મળે છે. કોર્પોરેશનના સફાઇ સેવકો કચરાના ઢગલા કરીને જતા રહે છે, પરંતુ, તે કચરાના ઢગલા દિવસો સુધી જે તે સ્થળે પડી રહે છે.
બીજા એક સ્થાનિકે વધુમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશન પ્રાથમિક સુવિધાઓ એટલે કે પીવા માટે પૂરતું પાણી તો નથી જ આપતા પરંતુ આજે તહેવારના દિવસે જ્યારે સવારે નળ ખોલ્યો તો ડહોળું અને ગંદુ પાણી આવ્યું હતું. સાથે સાથે દુર્ગંધ પણ આ પાણીમાંથી આવતી હતી. ત્યોહારના દિવસોમાં અને જીવન જરૂરિયાતની મુખ્ય વસ્તુ એ પાણી છે જે વડોદરા મહાનગરપાલિકા આપી શકતી નથી. હાલ તહેવારના દિવસોમાં આજે કાળી ચૌદસના દિવસે વહેલા પાણી ભરવા માટે નળ ખોલ્યો ત્યારે ગંદુ અને દૂષિત પાણી નળમાંથી આવ્યું હતું જે પીવા માટે તો યોગ્ય નહોતું. પરંતુ નાહવા માટે પણ આ પાણી અયોગ્ય હતું. જો આ પાણીથી સ્નાન કરીએ તો અનેક પ્રકારના ચામડીના રોગો પણ થઈ શકે એમ હતું જેના કારણે અમારે તહેવારના દિવસે પૂજા પાઠ કરવાને બદલે પાણીની વ્યવસ્થા કરવા માટે બહાર નીકળવું પડ્યું હતું. વિકાસશીલ વડોદરા સુંદર વડોદરા ની વાતો કરતું પાલિકા તંત્ર સદંતર પણે નિષ્ફળ ગયું છે પોતાના જ નગરજનોને પીવાનું ચોખ્ખું પાણી ન આપી શકતા હોય તે પાલિકા નિષ્ફળ જ કહેવાય. અમારે સવારથી ટેન્કરો મંગાવી અમારા મકાનની ટાંકીઓ ભરવી પડી હતી. ટેન્કરના પૈસા અમારે ખર્ચવા પડ્યા હતા પણ પાલિકા માત્ર અને માત્ર વિકાસના પોકળ દાવા કરે છે.
કાળી ચૌદસે કાળુ પાણી આપતી વડોદરા મહાનગરપાલિકા
By
Posted on