કામરેજની ચાર સોસાયટીમાં ટોળે વળેલા 32 લોકો સામે ગુનો નોંધાયો

કામરેજ તાલુકામાં લોકડાઉનને ગંભીરતાથી નહી લઈ અનેક લોકો સોસાયટી તેમજ ઘરની બહાર આટાફેરા મારી રહ્યા છે. ચાર સોસાયટીમાં રખડતાં 32 લોકો ડ્રોન કેમેરાની નજરે ચઢી જતાં તમામ સામે ગુનો દાખલ કરાયો હતો.

કામરેજ તાલુકમાં લોકડાઉનમાં રખડતાં લોકો પર કામરેજ પોલીસ ડ્રોન કેમેરા દ્વારા નજર રાખી રહી છે. જેમાં કામરેજ ગામની શગુન રેસિડન્સીમાં 9 લોકો, ખોલવડ ઓપેરા રોયલ રેસિન્ડસીમાં 13 ઈસમો રવિવારે અને કામરેજ ગામની ઈસ્કોન સોસાયટીમાં 6 લોકો, ઓમ લક્ષ્મી સોસાયટીમાં રહેતા 4 લોકો સોમવારે લટાર મારતાં દેખાતાં કામરેજ પોલીસે આ તમામ સામે ગુનો નોંઘતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કામરેજ ચાર રસ્તા પર સુરત રેંજ આઈજી રાજકુમાર પાંડીયન તેમજ જીલ્લા પોલીસ વડા અશોક મુનિયા દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

Related Posts