કપડવંજ,: કપડવંજ તાલુકાના આતરસુંબામાં છાસવારે વીજળી જતી રહેવાની ઘટના સામાન્ય બની ગઈ છે અને ૪૨ ડિગ્રી ગરમીમાં કલાકો સુધી નાગરિકો વીજળી વગર પરેશાન થઈ રહ્યા છે.વિદ્યુત તંત્ર જાણે ની:સહાય હોય તેમ લાગી રહ્યું છે.દિવસમાં બેથી ત્રણ વાર લાઈટો જવી તે નિયમિત ક્રમ બની ગયો છે. જેને લીધે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે અને આ વીજ પુરવઠો ન હોવાથી ગામને અપાતુ પીવાનું પાણી પણ વીજ પુરવઠાના અભાવે અનિયમિત થઈ જાય છે. જેથી ગ્રામજનો પાણી વગર હેરાન થઈ રહ્યા છે. મેન્ટેનન્સના નામે કલાકો સુધી વીજળી બંધ રાખવામાં આવે છે, ત્યારે તંત્ર કયું મેન્ટેનન્સ કરી રહ્યું હોય છે તે ગ્રામજનોને સમજાતું નથી. આમ છાસવારે લાઈટો જેવી તે ક્રમ બની ગયો છે.ગ્રામજનોની માંગણી છે કે છાસવારે લાઈટો જઈ રહી છે તે અંગે તંત્ર દ્વારા યોગ્ય અને નક્કર કાર્યવાહી કરે તે ગ્રામજનોના હિતમાં છે. છાસવારે લાઇટો જવી તે તંત્રના તજજ્ઞોના જ્ઞાન પર લોકો શંકા કરી રહ્યા છે.
