કપડવંજ-પાખિયા-મોડાસા હાઈવે પર દુધાથાલ પાસે ડમ્પર ટ્રક અને એસ.ટી વચ્ચે ત્રીપલ અકસ્માત

કપડવંજ:;કપડવંજ-પાખિયા-મોડાસા હાઈવે પર દુધાથાલ પાસે ડમ્પર ટ્રક અને એસ.ટી બસ વચ્ચે ત્રીપલ અકસ્માતમાં બે જણના મોત થયા છે.ગમખ્વાર અકસ્માતમાં એસ.ટી.નો કંડકટર સંજય બિહોલા રહે. આંબલીયારા તા.કપડવંજનુ મૃત્યુ થયું છે.જ્યારે એસ.ટી. માં મુસાફરી કરી રહેલા એસ.ટી.ના રિટાયર્ડ ડ્રાઇવર પણ મૃત્યુ પામ્યા છે.આમ બેના મોત જ્યારે નવ વ્યક્તિઓને ઈજા થઈ છે. જેઓને નજીકના કપડવંજ ખાતે સામુહિક કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી સાતને બહાર રીફર કરાયા છે.

કપડવંજ ડેપોની એસ.ટી.બસ બાયડથી કપડવંજ તરફ આવી રહી હતી ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે અંદાજે ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો જેને કપડવંજ રૂરલ પોલીસે નિયંત્રણ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટના સ્થળે લોકોના ટોળેટોળા કુતુહલવશ થઈને જોવા ઉમટી પડ્યા હતા.બનાવ સંદર્ભે કપડવંજ રૂરલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
