આવનારું વિજ-પાણી સંકટ: ટાળી શકાય?

સમાચાર છે કે વ્યાપક વરસાદનેક ારણે કોલસાની ભારે અછતને કારણે ઘણા રાજયોમાં વીજ કટોકટી ઉભી થિ છે તેનું સાચું ચિત્રણ 11.10.21 ‘ગુજરાતમિત્ર’ના તંત્રીલેખે પૂરું પાડયું છે. ટાટા પાવરે ગુજરાતના મુંદ્રામાં તેના આયાતી કોલસાથી ચાલતા પ્લાન્ટમાં ઉત્પાદન બંધ કરી દીધું છે. અદાણી પાવરનું મુંદ્રા યુનિટ પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. તંત્રીલેખમાં કોલસાની કટોકટી સાથે જળ સંકટ સમસ્યા પણ વકરી શકવાની દુરંદેશી સ્પષ્ટ વાત કરી છે. આપણા ઘરોમાં ખાલી ખાલી પંખા લાઇટ વગેરે ચાલુ રહેતા હોય છે ત્યાં તરત જ ઉભા થઇને સ્વીચ બંધ કરી દેવી જરૂરી છે. વીજ કાપ આવે એવી સંભાવના વચ્ચે ઉકાઇના દુરંદેશી, બાહોશ સત્તાવાળાઓએ ઉકાઇ ડેમમાંથી રોજ છોડાતા પાણીમાંથી રોજ 3 કરોડની વિજળી ઉત્પન્ન કરી 85 કરોડની વિજળી ઉત્પન્ન કર્યાના સારા સમાચાર મળી રહ્યા છે. જળ-વિજળી બચતની સુટેવ પાડીએ.
સુરત     – ભગુભાઇ પ્રે. સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts