આણંદ ખાતે સિવિલ હોસ્પિટલ, મેડીકલ કોલેજ બાદ વધુ ઍક બૃહદ પાલિકા મુદ્દે ડીંગો : સાંસદના ગોલગપ્પા

(પ્રતિનિધિ) આણંદ,તા.૨૩ છેલ્લા સાત આઠ વર્ષથી આણંદ ખાતે સિવિલ હોસ્પીટલ સાકાર કરવા સરકાર બાઈ બાઈ ચારણીના ખેલ રમ્યા બાદ ગત સપ્ટેમ્બર માસમાં રાજયના નાયબ મુખ્યમંત્રી એ સિવિલ હોસ્પીટલ(Civil Hospital) સાથે મેડીકલ કોલેજના સોહામણા સ્વપ્ન બનાવ્યા બાદ રાજય સરકારે રાજયના છ વિસ્તારોમાં મેડીકલ કોલેજ ઉભી કરવના આયોજન કર્યા.

પરંતુ આણંદની બાદ બાકી થતં સરકારના ડીંગો બતાવવાના ખેલ બાદ મહાપાલિકા બાદ સાત માસ પૂર્વ આણંદને બૃહદ પાલિકા બનાવવાના આયોજન હાથ ધરાયા હતા. પરંતુ તાજેતરમાં રાજયની ત્રણ પાલિકાઓને બૃહદ પાલિકા બનાવવામાં આવતા પૂનઃ આ મુદ્દે આણંદની બાદબાકી થવા પામતા વધુ એક સરકારના આણંદની પ્રજામાટે ડીંગા (Dinga for the people of Anand) બનવા પામી રહયાની ચર્ચા ઉઠવા પા છે ત્યારે ગત વર્ષે લોકસભા જંગ જીત્યા બાદ આણંદના સાંસદે આણંદને મહાપાલિકા તથા સીવીલ હોસ્પીટલ સાકાર કરવાની આપેલ હૈયાધારણ હૈયાધરપત સાંસદ ના ગોળટપ્પા થવા પામી રહયાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર પટેલનીકર્મભૂમી પરથી વિધાનસભા ૨૦૧૩ ના ચૂંટણી જંગ પૂર્વ શાસકપક્ષના ….હું છું વિકાસના નારા સાથે સરદારની જ કર્મભૂમી વિસ્તાર પર પોકળ સાબીત (Cloud proof) થઈ રહયા હોય તેમ છેલ્લા સાત આઠ વર્ષથી આણંદ ખાતે સીવીલ હોસ્પીટલ (Civil Hospital)બનાવવાની સ્થાનિક સ્તરેથઈ માંગ ઉઠવા પામતા વર્ષ ૨૦૧૬ દરમિયાન સીવીલ હોસ્પીટલ (Civil Hospital)માટે તત્કાલીન કલેકટર દ્વારા વ્યાયામશાળાવાળી (Gymnasium)જગ્યા ફાળવ્યા બાદ સ્થાનિક નબળી નેતાગીરી કે માલેતુજાર તબીબો કે તેમના સંસ્થાન સાથે વહીવટી ખેલ રચાયાની આશંકા સાથે સીવીલ હોસ્પીટલનો મુદ્દો બાઈ બાઈ ચારણી બનવા પામ્યો છે ત્યારે ગત સપ્ટેમ્બર માસમાં વિપક્ષની આણંદ ખાતે સીવીલ હોસ્પીટલ બનાવવાની સાત વિધાનસભા ગૃહ માં માંગ કરાતા નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ વ્યાયામશાળાવાળી જગ્યાની મુલાકાત લેતા આણંદને સિવિલ હોસ્પીટલ સાથે મેડીકલ કોલેજ આપવાના ખોંખાંરાં ખાધા હતા.

પરંતુ બાદમાં સરકારે રાજયના છ વિસ્તારોમાં મેડીકલ કોલેજ (Medical College)સ્થાપવાની દરખાસ્તમાં આણંદ(Anand)નો છેદ ઉડવા પામતા નાયબ મુખ્યમંત્રીના ખોંખાંરાં ખોખરા સાબીત થવા પામવા સાથે સરકાર આણંદને ડીંગો બતાવી રહયાની લાગણી ઉઠવા પામી છે ત્યારે આજે પુનઃ સરકારે આણંદની દોઢ દાયકાથી મહાપાલિકા(Corporation)ની માંગ બાદ ગત ડીસેમ્બર માસમાં બૃહદ પાલિકા ના આયોજન કર્યા હતા.પરંતુ ગતરોજના સરકારે રાજયના ત્રણ વિસ્તાર સુરેન્દ્રનગર નવસારી તથા પોરબંદર પાલિકાઓને અન્ય  પાલિકાઓના મર્જર (Merger of municipalities) કરી બૃહદ પાલિકા બનાવવામાં આવતા તેમાં પણ આણંદનો છેદ ઉડવા પામતા સરકારનો વધુ એક ડીંગો આણંદના વિકાસ સંબંધે બતાવવામાં આવ્યાની લાગણી ઉઠવા પામી છે.  

જો કે ગત વર્ષે લોકસભા ચૂંટણી જંગમાં જીત મેળવ્યા બાદ આણંદ સાંસદ મિતેષ પટેલે સીવીલ હોસ્પીટલ તથા મહાપાલિકા (Corporation) સાકાર કરવા પર હૈયાધરપત આપી હતી જે સાંસદની ગોળગપ્પા સાબીત થઈ રહયાની ચર્ચા સ્થાનીક સ્તરે ઉઠવા પામી છે.

Related Posts