Vadodara

આજે શહેરમાં દિવસ દરમિયાન ગરમી બાદ સાંજે શહેરમાં કાળાં ડીબાંગ વાદળો ઘેરાવા સાથે પ્રતિ કલાકે 20 થી 23 કિ.મી.ઝડપે પવન રહેતા રાહત

શનિવારે શહેરમાં મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી સેલ્સિયસ સાથે ગરમીનું મોજું યથાવત રહેતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠયા

(પ્રતિનિધિ) વડોદરા તા. 14

વરસાદના આગમનની પ્રતિક્ષા વચ્ચે શનિવારે આખો દિવસ અસહ્ય ઉકળાટભર્યા વાતાવરણ સાથે ગરમીથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા ત્યારે શનિવારે મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે સાંજે અચાનક શહેરના માથે કાળાં ડીબાંગ વાદળોએ ડેરો નાખ્યો હતો સાથે જ પવનની ગતિ પ્રતિ કલાકે 20 થી 23 કિલોમીટર ની ઝડપે રહેતાં શહેરમાં સાંજે આહલાદક વાતાવરણ સર્જાયું હતું.

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં રાજ્યમાં રાબેતામુજબ ચોમાસું બેસવાની શક્યતા કરી છે ત્યારે શનિવારે શહેરમાં આખો દિવસ તાપ સાથે મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી સેલ્સિયસ રહેતાં શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા ત્યારે શનિવારે સાંજે અચાનક શહેરના માથે કાળાં ડીબાંગ વાદળોએ ડેરો નાખ્યો હતો સાથે સાથે પવનની ગતિ પ્રતિ કલાકે 20 થી 23 કિલોમીટર ની રહેતા આખા દિવસની ગરમી વચ્ચે શહેરીજનોને સાંજે આંશિક રાહત જોવા મળી હતી. શહેરમાં વાદળછાયું વાતાવરણ થતાં આહલાદક વાતાવરણ સર્જાયું હતું સાથે જ પવનોને કારણે લોકો બહાર ખુલ્લી હવામાં નિકળી પડ્યા હતા.શનિવારે શહેરમાં મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું સાથે જ લઘુત્તમ તાપમાન 30.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 40% જેટલું રહેતાં ગરમી સાથે ભેજયુક્ત વાતાવરણથી દિવસ દરમિયાન લોકો પરેશાન થઇ ગયા હતા. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં રવિવાર થી સોમવાર સુધીમાં રાબેતામુજબ ચોમાસું બેસવાની આગાહી કરી છે. બંગાળની ખાડી થી આગળ વધતું ચોમાસું રાજ્યમાં આવી પહોંચશે જો કે તા.17 જુન સુધી થન્ડરસ્ટ્રોમ એક્ટિવીટીના કારણે હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

Most Popular

To Top