દરવર્ષની જેમ આ વર્ષે પણ અમરનાથ યાત્રીઓ માટે ભંડારાનું આયોજન કરવા રાશન,વાસણો, સાધનો સેવાદારો સાથે સેવા આપવા રવાના થયેલા શિવાની અમરનાથ યાત્રા સંઘને સ્થાનિક પોલીસ દ્વારા છ કિલોમીટર પહેલાં રોકી દેવાતા વિરોધ.
શિવાની અમરનાથ યાત્રા સંઘ દ્વારા છેલ્લા ઘણા વર્ષોની જેમ આ વર્ષે પણ અમરનાથના યાત્રીઓ માટે ભંડારાના આયોજન માટે સેવા આપવા નિતીન પટેલની આગેવાનીમાં સામાન સાથે રવાના થયા હતા જ્યાં તેઓને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા અમરનાથ થી 6 કિલોમીટર પહેલાં અનંતનાગ પાસે અટકાવી દેવામાં આવ્યા છે અને કારણ આપ્યું છે કે ઉપર જગ્યા નથી આ જ રીતે અન્ય ભંડારા આયોજકોને પણ રોકી દેવામાં આવ્યા છે ત્યારે આ બાબતે નિતિનભાઈ પટેલ તથા અન્ય ભંડારા આયોજકો દ્વારા સ્થાનિક પ્રશાસન ની મનમાની સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે અને સરકાર પાસે અમરનાથ યાત્રીઓ માટે પાણી,ભોજન માટેની ભંડારાની સેવા માટે આગળ જવાની અને યોગ્ય જગ્યા આપવાની માંગ કરવામાં આવી છે.
