અમદાવાદ-ગાંધીનગરમાં 1-1 કેસ વધતાં ગુજરાતમાં આંકડો 73 પર પહોંચ્યો

કોરોના વાયરસના કહેરને અટકાવવા અને લોકોને એકબીજાથી દૂર રાખવા માટે દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. દેશના તમામ વેપાર ઉદ્યોગ બંધ છે. રેલ, રસ્તા અને વિમાની સેવાઓ પણ બંધ છે. બસ કે ટ્રેન દોડી રહી નથી અને દરેક રાજ્યોની બોર્ડર પણ સીલ કરી દેવામાં આવી છે. લોકોને ઘરની બહાર નહીં નીકળવાનો આદેશ છે. હજુ તો આ લોકડાઉનને માત્ર 21માંથી માત્ર સાત જ દિવસ થયા છે અને તેમાં તો લોકો ઘરમાં અકળાઇ ગયા છે. જો કે આ સમસ્યા થોડા દિવસની છે અને સાવચેતી ખૂબ જરૂરી છે કારણ કે, ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે.આજે મંગળવાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના કુલ 73 જેટલા પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે. ગુજરાતમાં જો અમદાવાદની વાત કરીએ તો કોરોનાના 24 પોઝિટિવ કેસ નોંધાયા હતા જે પૈકી 4 રિકવર થયા છે જ્યારે ત્રણના મોત થયાં છે. ગાંધીનરમાં 12 કેસ છે જ્યારે સુરતમાં 9 કેસ છે. જેમાંથી એકનું મોત થયું છે જ્યારે અન્ય એકને રજા આપી દેવામાં આવી છે. ભાવનગરમાં કોરોનાના છ પોઝિટિવ કેસ છે જેમાંથી 2 ને રજા આપી દેવામાં આવી છે જ્યારે વડોદરામાં પણ કોરોના વાયરસના 9 કેસ પોઝિટિવ છે.રાજકોટમાં 10 પોઝિટિવ કેસ છે જ્યારે 1નું મોત થયું છે. કચ્છ, મહેસાણા અને પોરબંદરમાં 1-1 કેસ જ્યારે ગીર સોમનાથમાં 2 કેસ નોંધાયા છે. છેલ્લા 16 કલાકમાં રાજ્યમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

Related Posts